વ્યવસાય નોંધણી

તમારો વ્યવસાય ગાઈડમાં નોંધાવો

દ્વારકા સર્કિટની હોટેલ, ભોજનાલય, ટ્રાવેલ્સ, દુકાનો અને યાત્રીઓની સેવા કરતા સૌ વ્યવસાય નીચે નોંધણી કરાવી શકે છે. ફક્ત ત્રણેક મિનિટ લાગશે.

  1. 1તમારા બિઝનેસની વિગતો ભરો
  2. 2₹500 ફી UPI થી ભરો
  3. 3પેમેન્ટનો સ્ક્રીનશોટ WhatsApp પર મોકલો
કૃપા કરીને તમારી બ્રાન્ડ કે બિઝનેસનું નામ લખો.
બિઝનેસનો પ્રકાર
કૃપા કરીને તમારા બિઝનેસને સૌથી વધુ બંધબેસતો પ્રકાર પસંદ કરો.
હોટેલ: કૃપા કરીને ચેક-ઇન અને ચેક-આઉટનો સમય પણ લખો. કૃપા કરીને તમારી સેવાઓ વિશે લખો.
કૃપા કરીને તમારા બિઝનેસનું સરનામું લખો.
10 આંકડાનો નંબર, સ્પેસ કે +91 વગર કૃપા કરીને સાચો 10 આંકડાનો મોબાઇલ નંબર લખો.
  કૃપા કરીને ઈમેલ સરનામું તપાસો.
₹500 રજીસ્ટ્રેશન ફી માટે UPI QR કોડ
રજીસ્ટ્રેશન ફી ₹500

કોઈ પણ UPI એપથી સ્કેન કરીને પેમેન્ટ કરો, પછી સ્ક્રીનશોટ કે ટ્રાન્ઝેક્શન ID WhatsApp પર 98242 13637 પર મોકલો.

તમારી વિગતો ફક્ત ડિવાઇન દ્વારકા ટુરિસ્ટ ગાઈડની ટીમ સુધી જ જાય છે.

ડિવાઇન દ્વારકા ટુરિસ્ટ ગાઈડ

દ્વારકાધીશનાં દર્શને આવતા દરેક યાત્રીનો ભરોસો બનો.

દેશ-દુનિયાથી દેવભૂમિ દ્વારકા પધારતા ભાવિક ભક્તો અને પ્રવાસીઓ માટે છાપેલી ગાઈડ અને ચોવીસે કલાક ખુલ્લું ઓનલાઈન પોર્ટલ. રોકાણ, ભોજન અને યાત્રાનું આયોજન કરતી વખતે ભક્તોની નજર જ્યાં પડશે, ત્યાં હશે તમારો વ્યવસાય.

1.41 કરોડભક્તોએ ગયા વર્ષે દ્વારકાધીશનાં દર્શન કર્યાં
ટોપ 5ભક્તોની સંખ્યામાં, ગુજરાતનાં યાત્રાધામોમાં
₹500એક જ વારની રજીસ્ટ્રેશન ફી
  • છાપેલી ગાઈડમાં પણ, ઓનલાઈન પણનામ, સરનામું, ફોન, ઈમેલ અને બુકિંગની વિગતો, નકશા સાથે.
  • દુનિયાના દરેક ખૂણેથી આવતા યાત્રી સુધીયાત્રી ગમે ત્યાંથી, ગમે ત્યારે આયોજન કરે, પોર્ટલ સદાય હાજર છે.
  • નાનું-મોટું દરેક બજેટ, દરેક જરૂરિયાતઆલીશાન રિસોર્ટથી ધર્મશાળા સુધી, કાફેથી સર્કિટ ટેક્સી સુધી.
વાંસળી વગાડતા શ્રી કૃષ્ણ

“દ્વારકા કોઈ પોતાની મરજીથી નથી આવતું, દ્વારકાધીશ પોતે તેડું મોકલે છે.”જય દ્વારકાધીશ

ગાઈડ વિશે

ડિવાઇન દ્વારકા ટુરિસ્ટ ગાઈડ શું છે?

દેવભૂમિ દ્વારકાના કણ-કણમાં શ્રી કૃષ્ણનો વાસ છે. દરેક યાત્રી એનો અનુભવ કરી શકે, એ જ અમારો સંકલ્પ.

દ્વારકા આવતા ભક્તોની સંખ્યા વર્ષોવર્ષ વધતી જાય છે, અને સાથે સાથે કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર અને દેવભૂમિ દ્વારકા જિલ્લા તંત્રના પ્રયાસો પણ. રસ્તા, આવવા-જવાની સગવડ, રહેવા-જમવાની વ્યવસ્થા અને દર્શનની સુવિધા, બધું દિવસે દિવસે સુધરતું જાય છે.

ડિવાઇન દ્વારકા ટુરિસ્ટ ગાઈડ, છાપેલી ગાઈડ અને પોર્ટલ રૂપે, આ સહિયારી સેવામાં પોતાનો ફાળો આપે છે. બાળક હોય કે વડીલ, પરિવાર હોય કે સંઘ, દરેક યાત્રીને દ્વારકા યાત્રા અને શ્રી કૃષ્ણ વિશે ભરોસાપાત્ર માહિતી મળે, અને તેમની યાત્રા સુખદ, સલામત અને યાદગાર બને, એ જ હેતુ.

સાંજના આકાશમાં ધજા સાથે દ્વારકાધીશ મંદિરનું શિખર
જગત મંદિર, દ્વારકાધીશ મંદિર
ગાઈડમાં શું છે

યાત્રીને જે જોઈએ, એ બધું એક જ જગ્યાએ

યાત્રાનો વિચાર આવે ત્યારથી લઈને વિદાય પહેલાંનાં છેલ્લાં દર્શન સુધી, આઠ વિભાગમાં આખી યાત્રાનો સાથ.

દર્શન

દર્શનનો સમય, મોબાઇલ અને સામાન સાચવવાની વ્યવસ્થા, લાઇનની વ્યવસ્થા, નકશા સાથે પાણી અને શૌચાલય, પાર્કિંગ, અને વડીલો તથા દિવ્યાંગ ભક્તો માટેની સુવિધાઓ.

રહેઠાણ

હોટેલ, રિસોર્ટ, પ્રીમિયમ હોટેલ, ગેસ્ટ હાઉસ, સમાજનાં અતિથિ ગૃહો અને આશ્રમ, ઘેર બેઠાં એડવાન્સ બુકિંગ માટે સંપર્ક અને બુકિંગની વિગતો સાથે.

ભોજન

સ્ટાર હોટેલોના કોન્ટિનેન્ટલ મેનુથી લઈને ગુગ્ગલી-સ્ટાઇલ ખીચડી-કઢી અને દ્વારકાના સમોસા જેવી સ્થાનિક મનપસંદ વાનગીઓ સુધી, સરનામાં, ફોન નંબર અને નકશા સાથે.

આવવા-જવાની વ્યવસ્થા

દ્વારકા પહોંચવા માટે ફ્લાઇટ, ટ્રેન, રોડ પરિવહન અને પ્રાઇવેટ ટ્રાવેલ્સ, અને પહોંચ્યા પછી સ્થાનિક રિક્ષા, કાર અને ટેમ્પો ટ્રાવેલર.

સર્કિટ ટૂર

દેવભૂમિ દ્વારકાના દરેક પવિત્ર સ્થળનો ટૂંકો પરિચય, ઇન્ફોગ્રાફિક ચાર્ટ રૂપે સરળ રૂટ પ્લાન અને એપ આધારિત માર્ગદર્શન સાથે.

દ્વારકાનો આનંદ

અરબી સમુદ્રનો કિનારો, બ્લુ ફ્લેગ અને કુદરતી દરિયાકિનારા, ઓખામાં ડોલ્ફિન દર્શન અને શિવરાજપુરમાં વોટર સ્પોર્ટ્સ.

સાગરમાં સમાયેલી દ્વારકા

ગોમતી ઘાટ નીચે આવેલી પ્રાચીન નગરી, જેનું ખોદકામ પુરાતત્વ વિભાગ કરી રહ્યો છે અને જેનો અભ્યાસ દુનિયાભરના સંશોધકો કરે છે.

તાજી સૂચનાઓ

તમારા રસ્તાનું હવામાન, ચોમાસાની સાવચેતી, સાથે શું લેવું, દર્શન અને ધ્વજાજી રજીસ્ટ્રેશનની સત્તાવાર લિંક, અને સમયસર સરકારી સૂચનાઓ.

દ્વારકા સર્કિટ

દર્શન તો શ્રીગણેશ છે

દેવભૂમિ દ્વારકા એટલે આખો જિલ્લો. ફક્ત જગત મંદિરનાં દર્શન કરીને પાછા વળો, તો યાત્રા અધૂરી ગણાય. ગાઈડ તમને આખા સર્કિટની સફર કરાવે છે.

સાગરમાં સમાયેલી દ્વારકા
સાંકેતિક નકશો · માપ પ્રમાણે નથી
01મંદિર પરિસર

દ્વારકાધીશ જગત મંદિર

શ્રી દ્વારકાધીશનું નિજ મંદિર, જેના શિખરે 52 ગજની ધજા ફરકે છે. અહીંથી જ દરેક યાત્રાનાં શ્રીગણેશ થાય છે.

1 / 10

સાગરમાં સમાયેલી દ્વારકા

પ્રાચીન દ્વારકાનો ઇતિહાસ આજે પણ ગોમતી ઘાટ નીચે સાગરમાં સમાયેલો છે. તેને જોવા-સમજવા દુનિયાભરમાંથી ઇતિહાસકારો અને સંશોધકો આવે છે.

રજીસ્ટ્રેશનના પ્રકારો

કોણ નોંધણી કરાવી શકે

દ્વારકા આવતા યાત્રીઓની સેવા કરતો, કે એવા વ્યવસાયોને સેવા આપતો દરેક વ્યવસાય.

આવવા-જવાની વ્યવસ્થા

રાષ્ટ્રીય અને સ્થાનિક સેવા આપનારા, સર્કિટ ટૂર માટે રિક્ષા, કાર અને મિની બસ, અને બુકિંગ સેવાઓ.

રહેઠાણ

હોટેલ, રિસોર્ટ, ગેસ્ટ હાઉસ, અતિથિ ગૃહ, પેઇંગ ગેસ્ટ, હોમ-સ્ટે અને ફાર્મ સ્ટે.

ભોજન

બપોર અને રાતના ભોજન માટે રેસ્ટોરન્ટ, ફૂડ આઉટલેટ, ચા-નાસ્તાની જગ્યાઓ, કાફે અને લાઉન્જ.

ટ્રાવેલ અને ગાઈડ સેવાઓ

ટ્રાવેલ એજન્ટ, ટૂર ગાઈડ, માહિતી સેવાઓ અને આરોગ્ય સેવાઓ.

ખરીદી

દરેક પ્રકારની દુકાનો, શોરૂમ અને ફેશન માર્ટ.

ધાર્મિક દુકાનો

શ્રી કૃષ્ણ સાથે જોડાયેલાં આભૂષણ, વસ્ત્ર અને પવિત્ર પ્રતીકો.

વોટર સ્પોર્ટ્સ અને અનુભવ

શિવરાજપુર, બેટ દ્વારકા અને દ્વારકાના કિનારે દરિયા સામે રહેવાની જગ્યાઓ, ટેન્ટ હોમ અને વોટર સ્પોર્ટ્સ.

પ્રવાસન ઉદ્યોગના સપ્લાયર

હોટેલ સ્ટ્રક્ચરલ એન્જિનિયર, હોટેલ કન્સલ્ટન્ટ, પ્રવાસન નિષ્ણાત, કાચું ખાદ્ય સામાન, લિનન અને ઇન્વેન્ટરી સપ્લાયર.

વહીવટી સેવાઓ

સત્તાવાર અને ફરજિયાત સેવાઓ ગાઈડ પોતે, તંત્રના સંકલનથી, પ્રકાશિત કરે છે.

તમારો વ્યવસાય નોંધાવો

કયો પ્રકાર યોગ્ય છે, ખાતરી નથી? ફોન કરો 98242 13637.

ડિરેક્ટરી

ગાઈડના શુભારંભ સાથે યાદી ખુલશે

નોંધાયેલા વ્યવસાય અહીં દેખાશે, જેને પ્રકાર, વિસ્તાર અને બજેટ પ્રમાણે શોધી શકાશે. પહેલા જ દિવસથી યાદીમાં આવવા, આજે જ નોંધણી કરાવો.

ક્યાં રહેવું

હોટેલ, રિસોર્ટ અને ધર્મશાળાઓ

ટૂંક સમયમાં

ક્યાં જમવું

રેસ્ટોરન્ટ, કાફે અને સ્થાનિક ભોજન

ટૂંક સમયમાં

ફરવા માટે વાહન

ટેક્સી, રિક્ષા અને ટ્રાવેલ્સ

ટૂંક સમયમાં

ખરીદી અને અનુભવ

ધાર્મિક દુકાનો અને દરિયાઈ રમતો

ટૂંક સમયમાં
સંપર્ક

અમે સેવામાં હાજર છીએ

નોંધણી, પ્રકાર કે ગાઈડ વિશે કંઈ પૂછવું છે? અમારી દ્વારકા ઓફિસે પધારો અથવા સીધી ટીમ સાથે વાત કરો.

દ્વારકા ઓફિસ

દ્વારકામાં પધારો, મળીએ

ઓફિસ નં. 5, દ્વારકેશ શોપિંગ સેન્ટર,
રબારી ગેટ પાસે, દ્વારકા
પ્રોજેક્ટ ઇન્ચાર્જ કેતન રાયઠઠ્ઠા 97239 42629
મોબાઇલ

81281 31287
98242 13637

ઈમેલ

[email protected]

રજીસ્ટર્ડ ઓફિસ

811, સ્ટાર પ્લાઝા, ફૂલછાબ ચોક,
રાજકોટ, ગુજરાત, ભારત

તમારો વ્યવસાય નોંધાવો · ₹500